તાજા સમાચારગુજરાત

RBIએ આપી દિવાળી ગિફ્ટ, રેપો રેટમાં કર્યો ઘટાડો

  • RBIએ રેપોરેટને 5.40 ટકાથી ઘટાડી 5.15 ટકા કર્યો
  • રેપોરેટમાં ઘટાડાના કારણે હોમલોન, ઓટોલોન વગેરેની EMIમાં રાહત મળશે

અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે મોદી સરકાર સતત પ્રયાસો કરી રહી છે. દિવાળીની ફેસ્ટિવલ સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આરબીઆઈએ લોકોને દિવાળી પર ખાસ ભેટ આપી છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રેપો રેટ ઘટવાને કારણે બેંક પણ વ્યાજ દરોમાં ઘટાડો કરશે. જેના કારણે હોમ લોન, ઓટો લોન અને ઈએમઆઈ પણ ઘટાડો થશે.

બેન્કોએ પોતાના રોજિંદા કામકાજ માટે રિઝર્વ બેન્ક પાસેથી મોટી રકમ લેતી હોય છે.જેની મર્યાદા એક દિવસની હોય છે. આ રકમ પર જે વ્યાજ બેન્કે આપવુ પડે છે તેને રેપો રેટ કહે છે. જ્યારે રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડે છે ત્યારે અર્થ એવો થાય છે કે, બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી જે રકમ લેછે તેના પર તેનુ વ્યાજ ખટે છે અને તેનો ફાયદો બેન્કો ગ્રાહકોને તેમની લોનના વ્યાજ દર ઘટાડીને આપે છે.આમ ગ્રાહકોની ઘરની કે વાહનોની લોન સસ્તી થાય છે.

નવા ગ્રાહકોને તરત ફાયદો મળશે

SBIના જૂના ગ્રાહકોના રેપોરેટમાં ઘટાડાનો ફાયદો લેવા માટે લોન શિફ્ટિંગ માટે અરજી કરવી પડશે. બાકી બેન્કોની સ્થિતી હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. જે પણ બેન્ક લોનના દરોને રેપો રેટ સાથે જોડી ચુકી છે તેના નવા ગ્રાહકોને 0.25% ઘટાડાનો ફાયદો મળશે. આરબીઆઈએ સતત પાંચમી વખત રેપો રેટ ઘટાડ્યો છે.
ઓગસ્ટમાં 0.35%નો ઘટાડો કર્યો હતો. આ પહેલા ત્રણ વખત રેટ 0.25-0.25% ઘટાડ્યો હતો. આ વર્ષે રેપો રેટ 1.35% ઘટ્યો છે. શુક્રવારે ઘટાડા બાદ તેનો દર 5.15% થઈ ગયો છે. પહેલા 5.40 ટકા હતો.