તાજા સમાચારગુજરાત

MSME માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

ગુરુવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં MSME સેક્ટર માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. MSME એકમોને સ્થાપના અને સંચાલન માટે જરૂરી વિવિધ પ્રકારની મંજૂરીઓ, એપ્રુવલ્સમાં છૂટછાટની સાથે 3 વર્ષ સુધી આવી પરવાનગીઓમાંથી મુક્તિ અપાશે. ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી MSME એકમો ઝડપથી અને સરળતાથી પોતાનો ઉદ્યોગ સ્થાપી શકશે. જેના થકી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં વૃદ્ધિ આવશે સાથે જ નવી રોજગારીની તકો પણ સર્જાશે.

MSME એકમોની સ્થાપનામાં સહાય અને સહયોગ પુરા પાડવા રાજ્યકક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ બે નોડલ એજન્સીઓની રચના કરાશે. MSME એકમ સ્થાપવા માંગતા વ્યક્તિ કે ઉદ્યોગકારે નિયત નમૂના અને પદ્ધતિ મુજબ રાજ્યકક્ષાની નોડલ એજન્સી સમક્ષ ઉદ્યોગ- એકમ સ્થાપવા અંગેનું ‘ડેકલરેશન ઓફ ઈન્ટેટ’ રજૂ કરવાનું રહેશે. ત્યાર બાદ તેની ચકાસણી પછી સ્ટેલ લેવલ નોડલ એજન્સી એકનોલેજમેન્ટ સર્ટીફિકેટ આપશે જે ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે. આ ત્રણ વર્ષ દરમ્યાન એકમોને અન્ય કોઈ પરવાનગી કે એપ્રુવલની જરૂર નહી પડે. ત્રણ વર્ષનો સમયગાળો પૂર્ણ થયાના 6 મહિનામાં MSME એકમોએ જરૂરી પરવાનગીઓ મેળવી લેવી પડશે.

ગુજરાતનું MSME સેક્ટર છેલ્લા 4 વર્ષોથી મહત્તમ રોજગારી આપી રહ્યુ છે અને 34 લાખથી વધુ MSME સાથે સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશના ટોપ-10 રાજ્યોમાં આવે છે. રાજ્ય સરકારના નિર્ણયથી 100 જેટલા MSME ક્લસ્ટરને નવી દિશા મળશે..