તાજા સમાચારગુજરાત

આંતરિક વિખવાદ અને જૂથવાદમાં વ્યસ્ત કોંગ્રેસ, પ્રજાના પ્રશ્નો માટે સમય જ નથી.. !

આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સતત કથળી રહી છે. ગુજરાત કોગ્રેસ આંતરિક જૂથવાદોના કારણે પ્રજાનો વિશ્વાસ ખોઇ બેઠી છે જેના કારણે છેલ્લા ચાર વર્ષોમાં જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.

નેતૃત્વનો અભાવ અને નકારાત્મક રાજનિતીના પરિણામે છેલ્લા 4 વર્ષોમાં કોંગ્રેસે 10 જેટલી જિલ્લા પંચાયતો ગુમાવી દીધી છે. જેમાં અમદાવાદ, ભાવનગર, છોટાઉપુર, દાહોદ, ખેડા, મહિસાગર, પાટણ, ડાંગ, દ્વારકાનો સમાવેશ થાય છે. પાર્ટીના સિનિયર નેતાઓની મનમાનીના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 4 વર્ષોની વાત કરવામાં આવે તો કોંગ્રેસે જિલ્લા પંચાયતોને બાદ કરતા 42 તાલુકા પંચાયતો ગુમાવી છે અને આ સ્થિતિ આંતરિક જૂથવાદ અને વિખવાદને કારણે સામે આવી છે. વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો, ચૂંટણી બાદ કોંગ્રેસે પોતાના સાત ધારાસભ્યો ગુમાવ્યા છે. રાજ્યમાં ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યા પણ કોંગ્રેસ સંપૂર્ણ રીતે નબળી જોવા મળી રહી છે. કોંગ્રસના આતંરિક ખેચતાણના કારણે 6 બેઠકો પર પણ પ્રજા જાકારો આપે તેવી શક્યતા છે.