તાજા સમાચારદેશ

વૈશ્વિક મંદી વચ્ચે ભારતનું શાનદાર પ્રદર્શન : World Economic Forum

વિશ્વસ્તરે મંદી વચ્ચે World Economic Forumના પ્રમુખ બોર્જ બ્રેનડે ભારત પર મહત્વનું નિવેદન કર્યું છે. જેમાં તેઓએ કહ્યું છે કે, ભારત એક યુવા અર્થવ્યવસ્થા ગણાવી છે, જેમાં અદભૂત ક્ષમતાઓ સમાયેલી છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદી હોવા છતાં ભારત મજબૂત અને શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. બ્રેન્ડેએ કહ્યું કે, ભારત દક્ષિણ એશિયાના વિકાસ અને વૈશ્વિક આર્થિક વિકાસ ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

WEF, CII સાથે મળીને ભારત આર્થિક સંમેલન કાર્યક્રમનું આયોજન કરે છે. WEF રાજકીય, ઉદ્યોગપતિઓ અને સમાજના અન્ય લોકો સાથે મળીને વૈશ્વિક, ક્ષેત્રીય અને ઓદ્યોગિક એજન્ડા પર કાર્ય કરે છે. સાથે જ બ્રેન્ડે કહ્યું કે, ‘ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. અને આ દેશ અનહદ ક્ષમતાઓવાળી યુવા અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક મંદી વચ્ચે પણ તેણે શક્તિ દર્શાવી છે.