તાજા સમાચારદેશ

હરિયાણા કોંગ્રેસમાં ડખો, 5 કરોડમાં સોહના બેઠક વેચાઈઃ અશોક તંવર

હરિયાણામાં સત્તાથી દૂર કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે..હરિયાણા કોંગ્રેસમાં લાગેલી આંતરિક વિખવાદની આગ હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દરવાજા સુધી પહોંચી છે..હરિયાણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક તંવરે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય સામે જ ધરણા પ્રદર્શન કર્યુ..તેમણે હરિયાણાની સોહના વિધાનસભા સીટને 5 કરોડ રૂપિયામાં વેચવાનો પ્રદેશની નેતાગીરી સામે આરોપ પણ લગાવ્યો.

અશોક તંવર હરિયાણામાં કોગ્રેસે કરેલી ટિકિટ વહેચણીથી નારાજ છે..તેમનો આરોપ છે કે છેલ્લા પાંચ વર્ષમાં જેમણે પાર્ટી માટે તન મન ધનથી સેવા કરી તેવાને નજરઅંદાજ કરાયા છે. અને જેમણે પાર્ટી વિરુદ્ધ બંડ પોકાર્યો તેવાને પૂર્વ મુખ્યપ્રધાન ભૂપિંદરસિંહ હુડ્ડાએ ટિકિટ ફાળવણીમાં અગ્રીમતા આપી.

હરિયાણામાં સત્તાથી દૂર કોંગ્રેસમાં જો ટિકિટ ફાળવણીને લઈને પક્ષના વરિષ્ઠ નેતાઓ જ પાર્ટી સામે બાયો ચઢાવી રસ્તા પર આવી જાય તો પછી કોંગ્રેસના સામાન્ય કાર્યકર પર તેની કેવી અસર થાય તે સમજી શકાય છે.