તાજા સમાચારદેશ

હિન્દુ શરણાર્થીને દેશ છોડવા નહી દઈએ, ઘૂષણખોરોને રહેવા નહી દઈએ : અમિત શાહ

Amit Shah. (File Photo: IANS)

ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત પશ્ચિમ બંગાળ પહોચ્યા. જ્યા તેઓએ NRC પર મોદી સરકારનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, કોઈ પણ હિન્દુ અને ઈસાઈ શરણાર્થીને ભારત છોડવા મજબૂર કરવામાં નહી આવે. NRC પર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. તેવો આરોપ લગાવી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ કે, જે પણ હિન્દુ શરણાર્થી ભારતમાં આવ્યા છે તેમને ભારતની નાગરિક્તા આપવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, કોઈ પણ હિન્દુ શરણાર્થીને દેશ છોડવા નહી દઈએ અને કોઈ ઘૂષણખોરને દેશમાં રહેવા નહી દઈએ.

  • બંગાળની જનતાએ સત્ય જણાવવા આવ્યો છું : અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે,  મોદી સરકાર ટૂંક સમયમાં સિટિઝનશીપ એમડમેન્ટ બિલ લાવી રહી છે. ત્યાર બાદ ‘મારા જેટલો જ અધિકાર તમામ શરણાર્થીને મળી જશે. એક એક શરણાર્થીને વડાપ્રધાન બનવાનો અધિકાર ભાજપ સરકાર આપવા જઈ રહી છે.’

  • દૂર્ગાપૂજા કરવા આવ્યો છું, કોઈની હિમ્મત નથી રોકવાની

લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને 18 સીટો મળ્યાની અસર જણાવતા અમિત શાહે કહ્યુ કે, પહેલા દૂર્ગાપૂજામાં મૂર્તિ વિસર્જન માટે કોર્ટમાં જવું પડતુ હતુ, આ વખતે હું દૂર્ગાપૂજામાં આરતી કરવા આવ્યો છુ, કોઈની હિમ્મત નથી કે દૂર્ગાપૂજા રોકે.

  • બંગાળમાં થશે સત્તા પરિવર્તન

લોકસભા ચૂંટણીમાં બંગાળની જનતાએ આપેલા યોગદાનને ધન્યવાદ આપતા અમિત શાહે કહ્યુ કે, ‘દેશમાં બીજી વખત પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે પ્રથમ વખત 300નો આંકડો પાર કર્યો છે. જેમાં સૌથી વધારે યોગદાન પશ્ચિમ બંગાળની જનતાનો છે. પશ્ચિમ બંગાળની જનતા પરિવર્તન ન કરતી તો ભાજપ 300ના આંકડાને પાર ના પહોચ્યુ હોત’.