તાજા સમાચારદેશ

જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની વાઇરલ તસવીરનું શું છે સત્ય? ફૅક્ટ ચેક

યુએસના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાઉડી મોદી નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને લોકોનો જોરદાર હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અને વડાપ્રધાન મોદીના સ્ટેજ પર આવતાની સાથે જ હજારો ભારતીય-અમેરિકન દર્શકોએ આનંદની ચિચિયારીઓ અને ‘મોદી મોદી’ નારા વડે વાતાવરણને ગજાવી મૂક્યું હતું.

વિશ્વ સ્તરે વડો પ્રધાન મોદીને મળી રહેલી લોકચાહના વિપક્ષીઓની આખમાં ખૂંચી રહી છે. અને તેના જ કારણે કેટલાક લોકો દ્વારા અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર જે અવાર નવાર પોતાની શંકાસ્પદ ટિપ્પણીઓને લઇને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે પણ તેઓ ટ્વિટર પર એક નકલી ફોટો વાઇરલ કરી રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પીએમ મોદીના હાઉડી મોદી કાર્યક્રમ પર કરેલા તેમના ટ્વિટને કારણે ઘણી ટીકા થઈ છે. શશી થરૂરે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાનો- જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીની એક તસવીર ટ્વિટ કરી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે, શશી થરૂરે આ તસવીર નહેરુ અને ઇંદિરા ગાંધીના 1954ના અમેરિકાના પ્રવાસની ગણાવીને શૅર કરી હતી.અમેરિકામાં લોકોની આ ભીડને જુઓ. કોઈ પણ જાતના વિશેષ જનસંપર્ક અભિયાન, એનઆરઆઈના આયોજન કે કોઈ મીડિયા પબ્લિસિટી વિના ભારતના પૂર્વ વડા પ્રધાનને જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા.”

ફૅક્ટ ચેક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર દ્વારા કરવામાં આવેલી પોસ્ટને જ્યારે ફેક્ટ ચેક કરવામાં આવી, ત્યારે તમામ સુત્રો પરથી સ્પષ્ટ થાય છે કે, આ ફોટો પૂર્વ વડાપ્રધાન નહેરુ 1956 માં યુ.એસ.એસ.આર. મોસ્કોમાં યોજાયેલી સામ્યવાદી યાત્રા દરમિયાનનો છે.

કોંગ્રેસ પાસે વિશ્વમાં વધી રહેલી વડાપ્રધાનની વધતી જતી લોકપ્રિયતાનો કોઇ જવાબ નથી. ત્યારે સવાદ એ થાય છે કે, શું ભાજપનને પડકાર આપવા માટે આ પ્રકારના ખોટા સમાચારોનો સહારો લેવા પડી રહ્યો છે ?