દેશ

2021માં ડિજિટલ થશે વસ્તી ગણતરી, ગૃહમંત્રી અમિત શાહે આપ્યો એક ઓળખપત્રનો પ્રસ્તાવ

149views

– દિલ્હીમાં વસ્તી ગણતરીના બિલ્ડિંગનો કર્યો શિલાન્યાસ
– વસ્તી ગણતરીની ઈમારત ગ્રીન બિલ્ડિંગ હશે
– 2021માં વસ્તી ગણતરી માટે થશે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ

આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં વસ્તી ગણતરીના બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીની આખી ઇમારત ગ્રીન બિલ્ડિંગ હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ અપનાવવાની જરૂર છે. સાથે જ ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં એક ઓળખ પત્ર માટેનો એક પ્રસ્તાવ આપ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહના જણાવ્યા મુજબ અનુસાર, આ ઓળખ પત્રમાં પાસપોર્ટ, આધાર અને મતદાન ઓળખકાર્ડ તમામ કાર્ડ એક ઓળખપત્રમાં સામેલ થઈ જશે. સાથે જ તેઓએ કહ્યું કે, 2021માં થનારી વસતી ગણતરી મોબાઇલ ઍપ દ્વારા કરવામાં આવશે.

અમિત શાહે કહ્યું, એક એવી સિસ્ટમ હોવી જોઈએ કે, જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે સમગ્ર માહિતી વસ્તીના ડેટામાં આપમેળે અપડેટ થઈ જાય. ગૃહ પ્રધાને કહ્યું, લોકોને એક એવું કાર્ડ જોઈએ છે કે, જે આધાર કાર્ડ, પાસપોર્ટ, બેંક ખાતું, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદાર આઈડીની આવશ્યકતાને પૂર્ણ કરે.

ડિજિટલ ડેટાથી વિશ્લેષણમાં મળશે મદદ

શાહે કહ્યું કે વસ્તી ગણતરીના ડિજિટલ ડેટાનો ઉપયોગ ઘણા પ્રકારના વિશ્લેષણ માટે કરી શકાય છે. વસ્તી ગણતરી દેશના સામાજિક પ્રવાહને ગોઠવવા, દેશના છેલ્લા વ્યક્તિના વિકાસ અને દેશના ભાવિ કાર્ય માટેનો આધાર છે. ગૃહ પ્રધાને કહ્યું કે, નરેન્દ્ર મોદી 2014માં દેશના વડા પ્રધાન બન્યા પછી આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થયું. દેશને સમસ્યાઓથી મુક્ત કરવા માટે આ પ્રકારનું આયોજન 2014 પછી શરૂ થયું હતું. આનાથી વસ્તી ગણતરીના રજિસ્ટરનો સાચો ઉપયોગ કરવાની શરૂઆત થઈ.