ગુજરાતદેશUncategorized

કલમ 370, ટ્રિપલ તલાક જેવા ઐતિહાસિક નિર્ણયો લિધા બાદ ભાજપ ઉતર્શે ચૂંટણીના મેદાને

111views

ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ અલગ અલગ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઑક્ટોબરે મતદાન થશે અને 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. જ્યારે ગુજરાતની ચાર વિધાનસભા બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે પ્રમાણે આગામી 21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની લુણાવાડા, થરાદ,ખેરાલું તથા અમરઇવાડી બેઠકો પર મતદાન થશે, અને 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.

આ ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા અલગ છે કારણ કે, ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દેશની આ પ્રથમ ચૂંટણી હશે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકાય. આ ચૂંટણી પ્લાસ્ટિક મુક્ત ચૂંટણીઓ હશે. સાથે જ આજ રોજથી આ રાજ્યોમાં આદર્શ આચાર સંહિતનો અમલ શરૂ થઈ જશે. સાથે જ તેમણે જણાવ્યું કે, આ ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 28 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ઉમેદવારોએ પોતાના ક્રિમિનલ રૅકર્ડની વિગતો આપવાની રહેશે. અને આ ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ઑક્ટોબર રહેશે.

મહત્વની બાબત એ છે કે, મોદી સરકાર 2.0 ના સફળ 100 દિવસોમાં લેવામાં આવેલા અનેક સાહસિક નિર્ણયો જેવા કે, મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી, જળ શક્તિ મંત્રાલયની રચના, ખેડૂતો અને વ્યાપારીઓને પેન્શનની સુવિઘા તથા કલમ 370 રદ કર્યા બાદ ભાજપ પક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યો છે. ત્યારે સરકારની પ્રથમ 100 દિવસની સફળ કામગીરીને લઇને લોકોનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ દેશની અર્થવ્યવસ્થાને વિકાસના પંથે દોડાવવા માટે ગોવા ખાતે મળેલી 37મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ સેન્સેક્સનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો હતો, સરકારના આવા નિર્ણયો બાદ લોકોને પણ વિશ્વાસ આવી ગયો છે કે,”મોદી હૈ તો મુમકીન હૈ” ત્યારે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયોથી મોદી સરકારને કેટલો ફાયદો થાય છે તે ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થઇ જશે.