દેશ

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી રોજગારની તકોમાં વધારો થશે- વડાપ્રધાન મોદી

આજ રોજ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાની જાહેરાતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણી છે. અને આ મુ્દે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, “કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું પગલું ઐતિહાસિક છે. અને આ પગલાના કારણે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે, વિશ્વભરમાંથી ખાનગી રોકાણોને આકર્ષિત કરશે, દેશના ખાનગી ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતામાં સુધારો લાવશે, વધુ રોજગારીની તકો ઉભી થશે.” અને આ એક મોટી જીત છે, 130 કરોડ ભારતીયોની જીત છે.”

પીએમ નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે, “છેલ્લા કેટલાય સમયથી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નો પરથી સ્પષ્ટ થાય છે કે, અમારી સરકાર લોકોને વ્યાપાર કરવા, સમાજના પ્રત્યેક વર્ગો માટે ઉભા કરવામાં આવતા આવસરો તથા ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

નાણાં પ્રધાન દ્વારા મોટી જાહેરાત

  • મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે
  • ઘરેલું કંપનીઓ પર કોઈ પણ પ્રકારની છૂટ વગર ઈન્કમ ટેક્સ 22% થશે, જ્યારે સરચાર્જ અને સેસ જોડીને દર 25.17% થશે.
  • સરકારને આ જાહેરાત બાદ 1.45 લાખ કરોડનું નુકસાન થશે.
  • ઈક્વિટી કેપિટલ ગેન્સ પરથી સરચાર્જ હટાવવામાં આવ્યો છે