Featured|દેશદેશ

370 મુદ્દે ચીને પણ પાકિસ્તાન સાથે છેડો ફાડ્યો

મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે.  અને તમામ ક્ષેત્રે પાકિસ્તાનને હાથે માત્ર ને માત્ર નિષ્ફળતા જ લાગી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા મહિને એક અનૌપચારિક પરિષદમાં મળવાના છે. ત્યારે આ પરિષદને લઇને માનવામાં આવી રહ્યું છે કે, બંને દેશોના નેતાઓ વચ્ચે કાશ્મીર મુદ્દે કોઈ વાતચીત થશે નહીં. ત્યારે આ મુદ્દે ચીનના અધિકારીનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ પર આધાર રહેશે કે બન્ને નેતા કયા મુદ્દે ચર્ચા કરવાના છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, મને નથી લાગતું કે કાશ્મીરનો મુદ્દો આ પરિષદમાં સામેલ કરવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે, હાલમાં જ ચિને પાકિસ્તાન સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુ.એન.એસ.સી.) માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અહીં પણ તેમના મુદ્દાને કોઇનું સમર્થન મળ્યું ન હતું.