મનોરંજન

પીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો

પીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો

થોડા સમય પહેલા પીએમ મોદીના જીવન પર આધારિત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માત્ર 23 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી.

ત્યારે પીએમ મોદીના 69 મા જન્મદિવસ પર તેમના જીવન પર એક ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને પ્રભાસ જેવા કલાકારો દ્વારા આ ફિલ્મનું પહેલું પોસ્ટર ટ્વિટર પર શેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નામ મન બૈરાગી  છે. અને આ ફિલ્મનું નિર્માણ મહાવીર જૈન અને સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. આ ફિલ્મ સંજય ત્રિપાઠીએ લખી છે. અહેવાલો અનુસાર, આ વર્ષના અંતમાં આ ફિલ્મ થિયેટરોમાં આવે તેવી સંભાવના છે.

પીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો

અક્ષય કુમારે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લખ્યું છે કે, સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈનના વિશેષ પ્રોજેક્ટનો પહેલો લુક રજૂ કરવામાં મને ખૂબ આનંદ થાય છે. પીએમ મોદીના જન્મદિવસ પર મન બેરાગી ફિલ્મનું પોસ્ટર રજૂ કરાયું છે. ભણસાલીએ આ ફિલ્મ વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે, યુવાનીમાં પી.એમ.ના જીવનમાં આવેલા વળાંકથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. મને લાગ્યું કે આ એક વાર્તા છે જે લોકો સુધી પહોંચાડવી જોઈએ.