તાજા સમાચારદેશ

હવે ટ્રમ્પ પણ કહેશે “હાઉડી મોદી”, જાણો શું છે વિગત

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ વિદેશ પ્રવાસ બાદ ભારતના અન્ય દેશ સાથેના સબંધોમાં સતત સુધારો આવી રહ્યો છે. ત્યારે આ વાતને પૂષ્ટી કરતી એક બાબત સામે આવી છે. જેમાં 22 સપ્ટેમ્બરે અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદીનો યોજાનારા ’હાઉડી મોદી’ કાર્યક્રમમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપવાના છે.  અમેરિકામાં વસતા ભારતીય સમુદાય દ્વારા આયોજિત આ કાર્યક્રમને  ’હાઉડી મોદી’ (‘Howdy Modi’)  નામ આપવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમમાં 50 હજાર જેટલા ભારતીય અમેરિકન્સ હાજરી આપશે.

ત્યારે વાઇટ હાઉસથી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે, વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપવાના છે. વડપ્રધાન મોદી તાજેતરમાં જ્યારે ફ્રાન્સમાં G-7 સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે એમની મુલાકાત ટ્રમ્પ સાથે થઈ હતી અને ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા ટ્રમ્પને Howdy Modi કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણનું ટ્રમ્પે એનો સ્વીકાર કર્યો હતો.

દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં મિત્રતાના અંદાઝમાં એકબીજાને હાઉડી (Howdy) કહેવાની પ્રથા છે. હાઉડી એ અંગ્રેજી શબ્દ How do you doનું સંક્ષિપ્ત રૂપ છે. આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમ સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં મોદીના ભાષણ ઉપરાંત ભારત-અમેરિકા સંબંધોને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે.