તાજા સમાચારગુજરાતદેશસરદાર સરોવર નર્મદા ડેમ

નર્મદા ડેમમાં જળસ્તર ઐતિહાસિક સપાટીએ પહોંચતા રાજ્ય સરકાર કરશે નર્મદા નીરના વધામણા

ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલી દેતી નર્મદા યોજનાનો સરદાર સરોવર બંધ આજે તેની સર્વોચ્ચ સપાટી 138 મીટરને આંબી ગુજરાતની જનતામાં ખુશીની લહેર ફરીવળી છે. ગુજરાતની જનતા જેની 70 વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહી હતી તે ઘડી હવે આવી ચૂકી છે. ૭૦ વર્ષ બાદ નર્મદા ડેમ છલકાવવા જઇ રહ્યો છે. હાલની નર્મદા ડેમની જળ સપાટીની 138.68 મીટરની નજીક પહોંચવા આવી ગઈ છે.  ઉપરવાસમાં જે રીતે નવા નીરની આવક થઇ રહી છે. તેને જોતાં નર્મદા ડેમ આવનારા સમય સુધીમાં ઓવરફલો થાય તેવી શક્યતા છે. 70 વર્ષમાં પ્રથમવાર નર્મદા ડેમ છલકાવા જઇ રહ્યો છે ત્યારે ભાજપ સરકારે આ ઐતિહાસિક ઘટનાની ભવ્ય ઉજવણી કરવા આયોજન કર્યુ છે.

ત્યારે આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, પહેલાં ઊંચાઇ વધારવાની અને એ પછી ડેમના દરવાજા મૂકવાની વડા પ્રધાન નરેન્દ્ર ભાઇએ આપેલી પરવાનગીને કારણે ગુજરાતની સર્વાંગી સમૃદ્ધિના દ્વાર ખૂલ્યાં અને ‘‘નર્મદા કેનાલ નેટવર્ક’’, ‘‘સૌની યોજના’’ તેમજ ‘‘સુજલામ-સુફલામ યોજના’’ મારફતે કચ્છ્, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રર સહિત સમગ્ર રાજ્યમાં સિંચાઇ, પીવાના પાણી અને ખેતીવાડી માટે નર્મદાજળ પહોંચ્યા છે. ગુજરાતે આના પરિણામે ડબલ ડિજિટ કૃષિ વિકાસદર પણ હાંસલ કર્યો છે.

નર્મદા નીરના વધામણા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે. ત્યારે 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે 10.00 કલાકે કેવડિયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે.

રૂપાણી સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારોમા આવેલ વિવિધ જળાશયો – નદી – ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઉભો કરી ‘માં નર્મદા’ના વધામણા કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં મંત્રોચ્ચાર કરી માં નર્મદાની આરતી કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ડેમના ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે સરદાર સરોવર ડેમ તેની ૧૩૮ મીટરની પૂર્ણ સપાટી કરતાં પણ વધુ છલકાયો છે અને ગુજરાતના જન-જનમાં મા નર્મદાના આ જળને ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સાવથી વધાવવાનો જે ઉમંગ ઉત્સાંહ જાગ્યાડ છે તેમાં સૌ સહભાગી બનીને ગુજરાતની હરિત ક્રાંતિ સહિત સર્વગ્રાહી પ્રગતિમાં પાયારૂપ આ જળના વધામણાં ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સાવથી કરશે