Featured|દેશદેશ

ખેડૂતો તથા સામાન્ય નાગરીકોને પેન્શન મળી રહે તે માટે મોદી સરકાર આજથી લાગુ કરશે એક મહત્વની યોજના

#MainBhiChowkidar દેશને નુકશાન પહોંચાડતા તત્વો સામે લડાઈનું વડાપ્રધાનનું આહ્વાન

મોદી સરકાર દ્વારા જગતના તાતની આવક બમણી કરવા સતત પ્રયતનશીલ છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડની ધરતી પરથી ખેડૂતો તથા સામાન્ય નાગરીકો માટે એક મહત્વપૂર્ણ જાહેરતા કરવા જઇ રહ્યા છે. વડા પ્રધાન આજે રાષ્ટ્રીય કક્ષાએ કિસાન મનધન યોજના, છૂટક વેપારી તથા સ્વરોજગાર પેન્શન યોજના અને એકલવ્ય મોડેલ શાળાનું ઉદઘાટન કરશે.

કિસાન માનધન યોજના-

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી શરૂ કરવામાં આવનારી કિસાન માનધન યોજના અંતર્ગત ખેડુતોને પેન્શન આપવામાં આવશે. યોજના અંતર્ગત 60 વર્ષની વય પછી ખેડૂતોને 3 હજાર રૂપિયા પેન્શન આપવાની જોગવાઈ છે. આ સરકારી યોજનાના ફંડનું સંચાલન LIC દ્વારા કરવામાં આવશે. મોદી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કર્યા પહેલા વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ખેડુતોને આ યોજના સાથે જોડાવવા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મોદી સરકારે આ યોજના માટે અલગ અલગ સ્થળોએ 10,000 જેટલા સામાન્ય કેન્દ્રો પણ શરૂ કર્યા છે. મોદી સરકાર આ યોજના અંતર્ગત 5 કરોડ ખેડુતોને લાભ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે તથા મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમના સારા ભવિષ્ય માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.