Featured|ગુજરાતગુજરાત

ગ્રીન ગુજરાત – કલીન ગુજરાત માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગ્રીન ગુજરાત – કલીન ગુજરાત માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

 

 

છેલ્લા કેટલાય સમયથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિ હેતુ અનેક પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં દર વર્ષે લોકોના વધતા જતા સ્થળાતરને કારણે વીજની માંગમાં વધારો આવ્યો છે ત્યારે આ વધારાને પહોંચી વળવા હેતું રાજ્ય સરાકારે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે. સાથે જ સરકાર દ્વારા હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહી.

રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત  દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણપ્રિય રાજ્ય બનાવવામાં મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય સીમાચિન્હ અને અન્ય રાજ્યો માટે દિશાદર્શક બની રહેશે.