તાજા સમાચારઆયુષ્માન ભારત|દેશFeatured|ગુજરાતગુજરાત

હવે તમે જઈ શકશો રાજ્યના સરહદી વિસ્તારોમાં, રાજ્ય સરકારે જાહેર કર્યો આ ખાસ કાર્યક્રમ

રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને રાજયના સરહદી વિસ્તારો, લોક જીવન, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાંઠો, રણ વિસ્તાર વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમજ ત્યાંની મુશ્કેલીઓ હાડમારીઓ વચ્ચે સરહદોનું રક્ષણ કરતાં આપણા જવાનો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષે કચ્છ-બનાસકાંઠા જિલ્લાના વિવિધ સરહદી સ્થળોના સાહસિક પ્રવાસ યોજવામાં આવે છે.

૧૭ ઓકટોબર-૨૦૧૯ થી ૨૬ ઓકટોબર-૨૦૧૯ સુધી ૧૦ દિવસ માટે કાર્યક્રમ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. જેમાં રાજયભરમાંથી ૨૦૦ યુવક-યુવતીઓને આ સાહસિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતાં યુવક-યુવતીઓ કે જેમની ઉંમર તા.૩૧ ડિસેમ્બર-૨૦૧૯ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમને www.sycd.gujarat.gov.in website પરથી ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, રૂમનં.૪૧૧, ત્રીજો માળ, ભુજ, જિ.કચ્છ, પીન કોડનં-૩૭૦૦૦૧ને તા.૩૦ ઓકટોબર-૨૦૧૯ સુધીમાં મોકલી આપવાનું રહેશે.

પસંદ થનાર યુવક-યુવતીઓએ તેમના નિવાસથી ભૂજ અને પરત સ્વખર્ચે આવવાનું રહેશે. કાર્યક્રમ દરમિયાન તમામ સુવિધા રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે, તેમ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.