તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાતદેશ

સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાતે પ્રાપ્ત કરી વધુ એક ગૌરવ સિધ્ધિ

ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.  આગામી, તા. ૬ સપ્ટેમ્બર-ર૦૧૯ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે.

ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન તહેત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માનદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.