તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાત

વડાપ્રધાન બાળપણમાં જ્યા ચા વહેંચતા હતા, તેેને આપાશે નવો રૂપ


વડનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક નાનકડી ચાની દુકાન છે. નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની શરૂઆત આ ચાની દુકાનથી કરી હતી. વડનગરને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા માટે આ રિનોવેશન કરવામાં આવશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનકાળની વાત કરવામાં આવે તો, તેઓએ બાળપણમાં વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. ત્યારે કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે દ્વારા વડનગરના આ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી. જેમાં તેઓએ જણાવ્યું કે, વડનગરનાં રેલવે સ્ટેશન પર આવેલી ચાની દુકાન કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બાળપણનાં સમયમાં ચા વેચતા હતા તેને કાંચથી મઢી લેવાની જાહેરાત કરી છે. આ જગ્યાને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની વાત કરી હતી.

વડનગરનાં રેલવે સ્ટેશનને તો નવો રૂપ રંગ આપી દેવામાં આવ્યાં છે. પરંતુ ત્યાં આવેલી ચાની દુકાન અંગે વિચારણા ચાલુ હતી કે તેનું નવીનીકરણ થાય કે પછી જેમ છે તેમ રહેવા દેવામાં આવે. આ અંગે આજે પ્રહલાદ પટેલે જાહેરાત કરી છે કે આ ચાની દુકાન ઘણી જ જર્જરિત થઇ ગઇ છે. તો એની ચારે તરફ કાંચ લગાવીને ઢાંકી દેવામાં આવશે. અહીંથી પર્યટકો વડાપ્રધાનની બાળપણની વાતો અંગે જાણી શકે અને તેમણે જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે તે જાણી શકશે.