તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

સ્વિસ બેંકમાં છુપાયેલા ભારતીયોના કાળા નાણાં સામે મોદી સરકારની કૂટનીતિને મળી સફળતા


1. CSR હેઠળ દેશના કરવેરા વિભાગને ભારતીયોના નાણાકીય ખાતાઓની માહિતી આવતા મહિનાથી સ્વસંચાલિત રીતે મળવા લાગશે

2. કેલેન્ડર વર્ષ 2018થી સ્વિત્ઝર્લેન્ડમાં છુપાવવામાં આવેલા ભારતીય રહેવાસીઓના કાળા નાણાંની માહિતી મેળવવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2014માં સરકાર બન્યા પછી સ્વિત્ઝરલેન્ડની સ્વિસ બેન્કમાં છુપાયેલ કાળા નાણાં સામે લડત ચલાવવામાં આવી છે. જેમાં મોદી સરકારની અથાગ મહેનતના કારણે સ્વિત્ઝરલેન્ડમાં ભારતીય દ્વારા છુપાવવામાં આવેલ કાળા નાણાં બાબતે સફળતા હાથ લાગી છે. અને આ સુવિધા શરુ થતાની સાથે જ સ્વિસ બેંક સિક્રેસી યુગ પૂરો થશે અને સાથે સાથે જ કાળા નાણાં સામેની સરકારની લડતનો એક મહત્વપૂર્ણ હિસ્સો પૂરો થશે.
દેશના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિઝ (સીબીડીટી) નું કહેવું છે કે, સરકારની કાળા નાણાં સામેની લડતનું આ એક અતિ મહત્ત્વપૂર્ણ પગલું છે. જેમા સીબીડીટી આવકવેરા વિભાગ માટે વિવિધ પોલિસી તૈયાર કરવામાં આવે છે. 29 અને 30 ઓગસ્ટ દરમિયાન ઇન્ટરનેશનલ ફાયનાન્સ માટેના સ્ટેટ સેક્રેટરીએટમાં નિકોલસ મારિયો લુશરની આગેવાનીમાં સ્વિસ પ્રતિનિધિમંડળ દેશના રેવેન્યુ સેક્રેટરી એ.બી.પાંડેય, સીબીડીટી ના ચેરમેન પી.સી.મોદી તથા સીબીડીટીના સભ્ય અખિલેશ રંજન સાથે વાર્તાલાપ કર્યો હતો અને ત્યારબાદ આ માહિતીની આપ-લે માટેની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.
આ વાર્તાલાપ દરમિયાન વર્ષ 2018 દરમિયાન બંધ થયેલા ખાતાઓની માહિતી પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને દેશોના પ્રતિનિધિમંડળે માહિતીની દ્વિપક્ષીય આપ-લે ની પણ ચર્ચા કરી હતી; જેમાં ચોક્કસ કેસોમાં વેરાની માહિતીની ઝડપથી આપ-લેની ભારતની વિનંતીનો પણ સ્વિસ પ્રતિનિધિમંડળે સ્વીકાર કર્યો હતો. પ્રોવિઝન્સ કોમન રિપોર્ટિંગ હેઠળ ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ફાયનાન્સિયલ એકાઉન્ટ ઇન્ફોર્મેશન (એઇઓઆઈ) સપ્ટેમ્બરથી શરુ કરશે.