તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશસરદાર સરોવર નર્મદા ડેમ

પાણીદાર બન્યું ગુજરાત, રાજ્યના ખેડૂતો અને જનતાને બે વર્ષ સુધી મળશે ભરપૂર પાણી


સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થતા જ રાજ્યના માથે જળસંકટનો કાળો કહેર વર્તાતો હોય છે. જેના કારણે કેટલાક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ વર્ષે કુદરતી મહેરના કારણે ગુજરાતના મોટાભાગના ડેમો આવરફ્લો થયો છે. જેનાથી હવે આવનારા સમયમાં ખેડૂતો તથા રાજ્યની જનતાને પીવાનું પાણી મળી રહેશે. અને ખેડૂતો સરળતાથી ઉનાળુ પાક પણ લઇઉ શકશે.

ઉપરવાસમાં ભરપૂર વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક થઇ છે. અને 70 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પોતાની ઐતિહાસીક સપાટીએ પહોંચવાનું છે. ત્યારે નર્મદા મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે, “સરદાર સરોવર પર દરવાજા લાગ્યા બાદ પહેલી વાર ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. 70 વર્ષથી ગુજરાત આ દિવસોની રાહ જોતું હતું. આપણા સૌનું સ્વપ્ન હતું કે ડેમ પર દરવાજા લાગે અને સંપૂર્ણપણે ભરાય. હવે ખેડૂતો, ઉદ્યોગોને અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. બે વર્ષ સુધી રાજ્યને પાણીની તકલીફ નહીં થાય.”

આજી ભરાયો સૌરાષ્ટ્રનું સંકટ ટળ્યું

આજી ડેમ વિશે માહિતી આપતા સી.એમ. રૂપાણીએ જણાવ્યું હતું કે આજી ડેમ રાજકોટવાસીઓને પીવાનું પાણી પુરૂં પાડે છે આજી આજે ફરી ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રના લગભગ ડેમોમાં પાણી ભરાયાં છે અને સમગ્ર સૌરાષ્ટ્ર માથેથી પણ જળ સંકટ ટળ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને આવનારા સમયમાં સિચાઇ માટે ભરપૂર પાણી મળી રહેશે.