તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

કાશ્મીરના 575 યુવકોના આ કામથી પાકિસ્તાનને લાગ્યો મોટો ઝાટકો


કલમ 370 હટ્યા પહેલા જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા હિંસાને પ્રોત્સાહન આપવા હેતુ ત્યાના યુવાનોને ખોટા રસ્તે ચઢાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરતા હતા. જેમા તેઓ ત્યારની નાગરીકોને ખોટા પ્રવચનો અને ભાષણો આપની નાગરીકોમા ભારત ગેરસમજણ ઊભી કરતા હતા.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુહમંત્રી અમિતભાઇની અથાગ મહેનતના કારણે જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવી. જેના ફળ સ્વરૂપે હાલ જમ્મુ-કશ્મીરમાં સ્થિતી સામાન્ય બની રહી છે. સાથે જ જમ્મૂ-કાશ્મીરના યુવાનોએ આતંકવાદ અને આતંકવાદના આકા પાકિસ્તાનને મોટો તમાચો માર્યો છે. કશ્મીરના 575 યુવાનોએ જમ્મૂ-કાશ્મીર લાઇટ ઇન્ફ્રેંન્ટ્રીમાં જોડાયા છે.

હવે જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ બદલાઇ રહી છે. જમ્મૂ-કાશ્મીરના યુવાઓના વિચારો બદલાઇ રહ્યાં છે. એક સાથે આટલી મોટીસંખ્યામાં કાશ્મીરી યુવાનો સેનામાં સામેલ થતાં પાકિસ્તાન અને આતંકવાદીઓને સણસણતો જવાબ આપ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા હિંસાને પ્રોત્સાહન આપવાના કાર્યને રાજ્યના યુવાઓએ લપડાક મારી છે. જમ્મૂ-કાશ્મીરના 575 યુવાઓ ભારતીય સેનામાં જોડાયા છે. આમ કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ સ્થિતિ બદલાઇ રહી છે.