તાજા સમાચારFeatured|દેશઆયુષ્માન ભારત|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

PM મોદીએ યોગના ક્ષેત્રમાં ફાળો આપનારને કર્યા સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 આયુષ નિષ્ણાતોના નામે એક ટપાલ ટિકિટ બહાર પાડી છે. જેમા રાજવૈદ્ય બૃહસ્પતિ દેવ ત્રિગુણા, વૈદ્ય શાસ્ત્રીશંકર દાજી પાડે, હકીમ મોહમ્મદ કબીરુદ્દીન, વૈદ્ય ભાસ્કર વિશ્વનાથ ગોખલે, વૈદ્યભૂષણમના રાઘવન થિરૂમુલપદ, ડો.કે.જી. સક્સેના, વૈદ્ય યાદવ જી ત્રિકમજી આચાર્ય, સ્વામી કુવલયાનંદ, હકિમ મહોમ્મદ, ડો. મહર્ષિ મહેશ યોગી, ડૉ. દિનશૉ મહેતાના નામે એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશભરમાં 12,500 આયુષ કેન્દ્રો બનાવવાનું લક્ષ્યાંક છે, જેમાંથી આજે 10 આયુષ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. અમારું લક્ષ્ય આ વર્ષે આવા 4,000 આયુષ કેન્દ્રો સ્થાપવાનું છે.

તેમણે કહ્યું કે, દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સરકારે 2 દિવસ પહેલા જ 75 નવી મેડિકલ કોલેજો બનાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હવે ગંભીર રોગોની સારવાર માટેની સુવિધાઓમાં વધારો થશે અને એમ.બી.બી.એસ.ની લગભગ 16 હજાર બેઠકો પણ વધશે.