તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

ભાજપના સદસ્યાતા અભિયાનને મળ્યો લોકોનો હકારાત્મક પ્રતિસાદ, દુનિયાના 8 દેશો કરતા પક્ષના કાર્યકરોની સંખ્યા વધુ


ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુરુવારે સદસ્યતા અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે કહ્યું કે, સભ્યપદ અભિયાનને લઈને અમારી સંખ્યમાં વધારો થયો છે. 6 જુલાઈએ શરૂ થયેલ આ અભિયાન 20 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું અને અમારો આ કાર્યક્રમ પણ સફળ રહ્યો.

સાથે જ તેમણે કહ્યું કે 5,81,34,242 સભ્યો ઓનલાઇનના માધ્યમથી પાર્ટીમાં જોડાયા. જ્યારે 62,35,967 સભ્યો ઓફલાઇન ફોર્મ ભરી પાર્ટીમાં જોડાયા. અને આ અભિયાનમાં સેનાના અધિકારીઓ, રમતવીરો અને સમાજના તમામ વર્ગના લોકો ભાજપમાં જોડાવા માટે રસ દાખવ્યો હતો.

સાથે જ તેમણે અનુમાન લગાવતા કહ્યુ હતું કે, નવીનતમ સભ્યપદ અભિયાન અનુસાર અમારી સંખ્યા 7 કરોડ પાર પહોંચીશું. 11 કરોડ સભ્યો સાથે પાર્ટીમાં જોડાયેલા નવા સભ્યોની સાથે પાર્ટીના સભ્યોની સંખ્યા હવે 18 કરોડ થઈ જશે. અગાઉ અમારી સભ્યની સંખ્યા 11 કરોડ હતી. સદસ્યતા અભિયાન અંતર્ગત 5 કરોડ 81 લાખ 34 હજાર 242 લોકોએ ઓનલાઈન માધ્યમથી સભ્યપદ લીધું હતું. આ અગાઉના સદસ્યની સંખ્યાના 50 ટકાથી વધુ છે.