તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

ગાંધી પરીવાર માટે “ઝાઝા કેસ રળિયામણાં”, ગાંધી પરીવાર પર લાગ્યા છે એક ડઝન જેટલા કેસો

 


સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં આજે નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી થઈ રહી છે. શનિવારે પણ આ મામલે વધારે સુનાવણી કરવામાં આવવાની છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંક્ળાયેલા છે. નેશનલ હેરાલ્ડ સહિત ગાંધી પરિવાર પર અંદાજે એક ડઝન જેટલા કેસ ચાલી રહ્યા છે. તેમાં સૌથી વધારે કેસ રાહુલ ગાંધી પર છે.

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસાર દરમિયાન રાહુલ ગાંધી પર 3-4 માનહાની કેસ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોનિયા ગાંધીનું નેશનલ હેરાલ્ડ અને અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં નામ જોડાયેલું છે. ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પણ મનિ લોન્ડરિંગ અને બિકાનેરના લેન્ડ સ્કેમમાં સંડોવાયેલા છે. ગાંધી પરિવારના આ દરેક કેસમાં સમયાંતરે સુનાવણી થતી રહે છે. પરિણામે હાલ ગાંધી પરિવાર જામીન પર ફરી રહ્યો છે.

• રાહુલ ગાંધી પર કયા કયા કેસ?

1. રાહુલ ગાંધી પર બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી દ્વારા માનહાનિ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટીપ્પણી કરી હતી કે, ‘દરેક ચોરના ઉપનામ મોદી કેમ હોય છે’?
2. વર્ષ 2017માં પત્રકાર ગૌરી લંકેશની હત્યાને BJP-RSS વિચારધારા સાથે જોડવાના આરોપમાં રાહુલ ગાંધી પર માનહાનિમો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
3. રાહુલ ગાંધીએ માર્ચ 2014માં ભિવંડીના એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ આરએસએસ પર લગાવ્યો હતો. આ ટીપ્પણીના કારણે સંઘના એક કાર્યકર્તાએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
4. અમદાવાદ જિલ્લા સહકારી બેન્કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સિંહ સુરજેવાલા વિરુદ્ધ એક સ્થાનિક કોર્ટમાં ગુનાહિત માનહાનિ કેસ દાખલ કર્યો છે.
5. 8 ફેબ્રુઆરી 2019માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને રાફેલ મુદ્દે ચોર કહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ પછી સ્થાનિક વ્યક્તિ ઓમેન્દ્ર પ્રતાપે રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ કરી હતી.

• નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધી સંડોવાયેલા

1. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે.
2. અગસ્તા વેસ્ટલેન્ડ કેસ અંતર્ગત ભારતને 37 અબજ રૂપિયામાં 12 હેલિકોપ્ટર ખરીદવાના હતા. આ મામલે 360 કરોડ રૂપિયાની લાંચની વાત સામે આવી છે. જેમાં ઈટલીની કોર્ટે કહ્યું છે કે, સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલે વચેટીયા દ્વારા રૂ. 125 કરોડનું કમિશન લીધુ હતું. કુલ રૂ. 225 કરોડ લાંચની લેણ-દેણ કરવામાં આવી છે.

• ગાંધી પરિવારના જમાઈ રોબટ વાડ્રા પણ જામીન પર

1. ગાંધી પરિવારના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર એન્ફોર્સ ડિરેક્ટોરેટ દ્વારા મનિ લોન્ડરિંગનો કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
2. રોબટ વાડ્રા પર ડિએલએફ કૌભાંડનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
3. આ ઉપરાંત રોબર્ટ વાડ્રાએ ડીએલએફ કંપની પાસેથી રૂ. 65 કરોડની વગર વ્યાજે લોન લઈને કંપનીને રાજકીય લાભ પહોંચાડ્યો હોવાનો પણ આરોપ છે.
4. રાજસ્થાનના બીકાનેરમાં પણ રોબર્ટ વાડ્રા સામે એક લેન્ડ સ્કેમ સામે આવ્યો છે.