તાજા સમાચારFeatured|દેશગુજરાતદેશ

કલમ 370 અને 35-Aને નાબૂદ કર્યાના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રથમવાર અમિત શાહ ગુજરાતની મુલાકાતે

કલમ 370 દૂર કરી દેશમાં “એક વિધાન, એક નિશાન અને એક પ્રધાન”નું સપનું સાકાર કરનાર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ 28-29 ઓગષ્ટે 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઇને ભાજપના કાર્યકર્તાઓ સહિત ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્ય છે જેને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના 2 દિવસીય ગુજરાત મુલાકાતની સૂચિ :

• 28 ઓગષ્ટે રાત્રે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી, નાયબ-મુખ્યમંત્રી તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહિત ભાજપના નેતાઓ તેમનું સ્વાગત કરશે.
• 29 ઓગષ્ટે અમદાવાદમાં 1 મિલિયન વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની પૂર્ણતાના મહાનગરપાલિકાના સમારોહમાં તેઓ હાજરી આપશે.
• અમદાવાદમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન માટે ઇલેક્ટ્રીક બસો ઉપલબ્ધ કરાવાની છે જેમાંની સૌ પ્રથમ બસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગરના સાંસદ શ્રી અમિત શાહના હસ્તે કરાશે.
• ગાંધીનગર કલેક્ટર સાથે ભારત સરકારની યોજનાઓને લઇને ચર્ચા કરશે.
• સાથે જ PDPUના સાતમા પદવિદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધન કરશે.
• રાત્રે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.