Featured|દેશદેશ

જય શ્રી રામ સાંભળતાની સાથેજ ગુસ્સે થઇ જતા મમતા બેનરજી

જય શ્રી રામ સાંભળતાની સાથેજ ગુસ્સે થઇ જતા મમતા બેનરજી

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ મમતા બેનરજીએ જય શ્રી રામના સૂત્ર પ્રત્યે પોતાનો અણગમો દર્શાવ્યો હતો અને એ પણ જાહેરમાં. ચૂંટણી પતી ગયા પછી પણ મમતા બેનર્જીને આ જ સૂત્ર સાંભળવાથી ગુસ્સો આવે છે. મમતા બેનરજી ચોવીસ પરગણા જીલ્લામાં એક ધરણામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આ સાંભળીને મમતા બેનરજી અત્યંત ક્રોધિત થઇ ગયા હતા અને પોતાની કારમાંથી બહાર આવીને બુમો પાડવા લાગ્યા હતા ત્યારબાદ તેમણે આ લોકો પાસે જઈને તેમની ચામડી ઉધેડી નાખવાની ધમકી પણ આપી હતી. મમતા બેનરજીએ આ લોકોને બહારી, બદમાશ અને ભાજપના માણસો કહ્યા હતા. ત્યારબાદ પોલીસે સાત લોકોની ધરપકડ પણ કરી છે.

મમતા બેનરજીએ પોતાની કારમાંથી બહાર આવીને કહ્યું હતું કે ‘અહીંયા આવો, હિંમત હોય તો મારી સામે આવો…મને ફેસ કરો…તમે અહીં અમારે લીધે જ છો. હું તમારા જેવા લોકોને ભગાડી શકું છું. તમે બધા બદમાશ છો તમારી હિમ્મત કેમ થઇ આવું કરવાની. હું તમારી ચામડી ઉધેડી નાખીશ. મને તમારા નામ આપો, દરેકની તલાશી લેવામાં આવશે. તમારામાંથી કોઈ પણ બંગાળનો નથી બધા જ બહારી છો.”