Featured|દેશદેશ

નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ હું મારું શ્રેષ્ઠ કાર્ય કરીશ: અમિત શાહ

248views

ગઈકાલે નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળની શપથવિધિ થઇ હતી. આ શપથવિધિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. અમિત શાહે તેમનામાં વિશ્વાસ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ દેશસેવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે.

અમિત શાહ પહેલીવાર કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના બીજી વખત શપથ લેવાની ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. અમિત શાહે વડાપ્રધાન મોદીને તેમના માટે પ્રેરણાનો મહાન સ્ત્રોત ગણાવ્યા હતા. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્ત્વમાં દેશ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરતો રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના પ્રધાનમંડળની પ્રથમ બેઠકમાં નવા વરાયેલા મંત્રીઓને તેમના મંત્રાલયોની સોંપણી કરશે.