Featured|દેશદેશ

નરેન્દ્ર મોદીના નવા પ્રધાનમંડળની આજે પ્રથમ બેઠક

નરેન્દ્ર મોદીના નવા પ્રધાનમંડળની આજે પ્રથમ બેઠક

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્દ મોદીએ લોકસભાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ દેશના વડાપ્રધાન તરીકે ફરીથી શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત આ શપથ સમારોહમાં નરેન્દ્ર મોદી સહીત તેમના 57 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.

આજે સવારે સાઉથ બ્લોક જ્યાં વડાપ્રધાનનું કાર્યાલય આવ્યું છે ત્યાં આ પ્રધાન મંડળની પ્રથમ બેઠક થવા જઈ રહી છે. મળતા સમાચારો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ બેઠકમાં તેમના તમામ નવા મંત્રીઓને વિવિધ મંત્રાલયોની ફાળવણી કરશે.

વડાપ્રધાન મોદીના પ્રધાન મંડળમાં 24 કેબિનેટ કક્ષાના, 9 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ 25 રાજ્યકક્ષાના મંત્રીઓ સામેલ છે. આ તમામમાં 20 મંત્રીઓ એવા છે જેઓ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે.

એક અન્ય સમાચારમાં ગઈકાલે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન પામનાર સંતોષ કુમાર ગંગવારને લોકસભાના પ્રોટેમ સ્પિકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સંતોષ કુમાર ગંગવારને આવનારા થોડા જ દિવસોમાં પ્રોટેમ સ્પિકર તરીકે શપથ લેવડાવશે. ગંગવાર નવી લોકસભાના પ્રથમ સત્રમાં તમામ નવા 542 સંસદ સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. ત્યારબાદ નવા સ્પિકરની ચૂંટણી થશે.