Featured|દેશદેશ

મોદી કેબિનેટમાં બે ગુજરાતીઓ મંત્રી બનશે

મોદી કેબિનેટમાં બે ગુજરાતીઓ મંત્રી બનશે

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધિકારિક નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન વચ્ચે પ્રધાનમંડળના નામો પર અંતિમ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી અને યાદીને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ અમિત શાહ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને એક પછી એક આજે શપથ લેનારા ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યોને તેમણે ફોન કર્યા હતા. આ ફોન કોલ્સમાં તેમણે ગુજરાતના બે સંસદ સભ્યો પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને પણ કોલ્સ કર્યા હતા. આમ આ બંને સંસદ સભ્યો આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે.

રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થતા અગાઉ પસંદ કરવામાં આવેલા તમામ પ્રધાનોને વડાપ્રધાન મોદીએ સાંજે સાડા ચાર વાગ્યે પોતાના નિવાસસ્થાને ચા માટે બોલાવ્યા છે. અહીંથી તમામ એક સાથે રાષ્ટ્રપતિ ભવન જશે.