Featured|દેશદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્ઝની સંસદને સંબોધન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્ઝની સંસદને સંબોધન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની 7 અને 8 તરીકે પેસિફિક ટાપુ રાષ્ટ્ર માલદીવ્ઝની મુલાકાતે જશે. વડાપ્રધાન તરીકે બીજી વખત ચૂંટાયા બાદ તેમની આ પ્રથમ વિદેશયાત્રા હશે. વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમ્યાન માલદીવ્ઝની સંસદ ‘પિપલ્સ મજલીસ’ ને સંબોધિત કરશે.

માલદીવ્ઝના વિદેશમંત્રી અબ્દુલ્લા શહીદે ટ્વીટ કરતા માહિતી આપી હતી કે માલદીવ્ઝની સંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ સભ્યોને સંબોધિત કરે તે માટેના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરી દીધો છે. અહીંની સંસદના નિયમ અનુસાર કોઇપણ વિદેશી નેતાને જો સંબોધન કરવું હોય તો તેની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે. ગઈકાલે આ બાબતનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેને એક મતે સ્વીકારવામાં આવ્યો હતો.

માલદીવ્ઝ સરકારના પ્રવક્તા અનુસાર ભારત અને તેમના દેશ વચ્ચેના સંબંધો ખૂબ મજબૂત અને જૂના છે. આ સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ તેનું સન્માન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સંસદને સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.