Featured|દેશદેશ

ગાંધીજી, અટલ બિહારી વાજપેયી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદી

ગાંધીજી, અટલ બિહારી વાજપેયી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે પોતાના શાસનની બીજી મુદત માટે શપથ લેવા જઈ રહ્યા છે. આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આજના આ અતિશય વ્યસ્ત દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહાન નેતાઓ તેમજ શહીદોની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કરી હતી.

ગાંધીજી, અટલ બિહારી વાજપેયી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદી

આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહુ પ્રથમ રાજઘાટ ગયા હતા જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગાંધીજી, અટલ બિહારી વાજપેયી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદી

ત્યારબાદ વડાપ્રધાન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્મારક ખાતે ગયા હતા અને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ આગેવાનો હતા.

ગાંધીજી, અટલ બિહારી વાજપેયી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદી

આ બાદ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને દેશ માટે કુરબાની આપનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન સાથે સેના પ્રમુખ બિપીન રાવત, નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા તેમજ વાયુસેનાના વાઈસ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.