Featured|દેશદેશ

GST ફાઈલિંગમાં નાના વ્યાપારીઓને સરકારની મોટી ભેટ

નવું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવો છો? તો આ રહી તમારા માટે ખુશખબર!

GST નેટવર્ક એટલેકે GSTNએ આજે જાહેર કર્યું છે કે દર વર્ષે દોઢ કરોડ કે તેથી ઓછુ ટર્નઓવર કરતા MSMEs ને હવે GST રીટર્ન ભરવાનું સોફ્ટવેર વિનામૂલ્યે મળશે. જાણવા મળ્યા અનુસાર સરકારના આ નિર્ણયને લીધે દેશના લગભગ 80 લાખ નાના વ્યાપારીઓને ફાયદો થશે. સરકારે GST પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે હવે GST રીફંડ અંગેની મંજૂરી અંગે પણ મોટા ફેરફારો કર્યા છે.

આ ફેરફારો અનુસાર હવે GST રિફંડની મંજુરી અને પ્રકિયા હવે એક જ સત્તાધિકારી સમક્ષ મેળવી શકાશે. આમ વેપારીઓ હવે GST રીફિન્દ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી એક જ સમયે મેળવશે.

GSTની વેબસાઈટ gst.gov.in પર ડાઉનલોડનો વિકલ્પ પસંદ કરીને MSMEs સેક્ટરના વેપારીઓ નિશુલ્ક સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશે. આ માટે GSTN અને એકાઉન્ટીંગ સોફ્ટવેર બનાવતી કંપનીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. GSTNનું કહેવું છે કે આ ફેરફારથી હવે MSME ક્ષેત્ર ડિજીટલ સિસ્ટમ તરફ આગળ વધશે અને તેમના અનુપાલન બોજમાં ઘટાડો થવાને લીધે તેમની કાર્યક્ષમતામાં પણ આપોઆપ વધારો થશે.