Featured|ગુજરાતગુજરાત

ગુજરાતમાં 10% આર્થિક અનામત આ જ વર્ષથી: નિતીન પટેલ

ગુજરાતમાં રીટેઈલ શોપ્સ 24 કલાક ખુલ્લી રાખવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં આર્થિકરીતે નબળા વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% અનામતનો લાભ આ વર્ષથી જ મળવાનો શરુ થઇ જશે. અત્રે એ નોંધપાત્ર છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગત જાન્યુઆરી મહિનામાં સંસદના બંને ગૃહોમાં આ અંગેનો કાયદો પસાર કરાવ્યો હતો અને તેનો અમલ સમગ્ર દેશમાં કર્યો હતો.

ત્યારબાદ લોકસભાની ચૂંટણીઓની જાહેરાત અને આદર્શ આચારસંહિતા લાગુ પડતા ગુજરાતમાં તેનો અમલ થઇ શક્યો ન હતો જે હવે થઇ રહ્યો છે. નિતીન પટેલે ઉમેર્યું હતું કે રાજ્યભરની તમામ સરકારી મેડિકલ અને એન્જીનીયરીંગ કોલેજોમાં પણ આ અનામત આ જ વર્ષથી લાગુ પડી જશે. ધોરણ 12ના પરિણામો જાહેર થઇ ગયા છે અને હવે જ્યારે કોલેજોમાં ભરતી પ્રક્રિયા શરુ થશે ત્યારે આ અનામતનો અમલ શરુ થઇ જશે તેમ તેમણે કહ્યું હતું.

ત્રણ દિવસ અગાઉ મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હાલમાં અપાતી અનામતમાં કોઈ ઘટાડો ન થાય અને આર્થિક અનામત પણ યોગ્ય રીતે લાગુ પડે તેનું મિકેનીઝમ ગોઠવવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત નવી સરકારી નોકરીઓમાં પણ અત્યારથી જ આર્થિક અનામતનો 10%નો અમલ કરવાની શરૂઆત થઇ ગઈ છે તેમ નિતીન પટેલે માહિતી આપી હતી.