Featured|ગુજરાતગુજરાત

નરેન્દ્ર મોદીએ ખભે હાથ મૂક્યો અને પોલીસકર્મીનું જીવન બદલાઈ ગયું

વડાપ્રધાન મોદી બન્યા ફેસબુકના સરતાજ

ઘણી વખત એક નાની અમથી પ્રેરણા વ્યક્તિનું જીવન બદલી નાખતું હોય છે. મનોજ ચોંચા આવા જ એક વ્યક્તિ છે જેમનું જીવન અન્ય કોઈએ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર એક પળમાં બદલી નાખ્યું છે.

પોલીસમેન એવા મનોજ ગુજરાતના મુખ્યમંત્રીની સુરક્ષામાં કાર્યરત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીની સુરક્ષા દળમાં હતા ત્યારે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ દરેક ગુજરાતીને પોતાના રાજ્ય ખાતર કોઈ એક સંકલ્પ લેવાનું કહ્યું હતું. મનોજ પર આ અપીલની એવી અસર પડી કે તેમણે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીના કન્યા કેળવણી ફંડમાં દાન કરવાનો નિર્ણય લીધો.

મનોજ ચોંચાને આ ચેક ખુદ નરેન્દ્ર મોદીને સ્વહસ્તે આપવાની તક પણ  મળી. આ સમયે નરેન્દ્ર મોદીએ મનોજના ખભે હાથ મૂકીને તેમના અભ્યાસ અંગે પ્રશ્ન કર્યો. ત્યારે મનોજે પોતે આઠ પાસ હોવાનું કહ્યું. નરેન્દ્ર મોદીએ તેમને આ સમયે ઉચ્ચ અભ્યાસના લાભ અંગે કેટલીક સલાહો આપી. મનોજે નરેન્દ્ર મોદીની આ સલાહને ગાંઠે બાંધી લીધી અને ભણવા પર ધ્યાન આપવાનું શરુ કર્યું.

મનોજે ત્યારબાદ એક્સ સ્ટુડન્ટ તરીકે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ આપીને પાસ કરી અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ઉપાધી પણ મેળવી. હવે મનોજે તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના જીવનમાં તેમની એક સલાહે જેને મનોજ એક વડીલે આપેલા આશીર્વાદ ગણે છે તેણે કરેલી કાયાપલટનું વર્ણન કરતો એક પત્ર લખ્યો છે અને તેમનો આભાર પણ માન્યો છે.