Featured|દેશદેશ

નરેન્દ્ર મોદીની પુનઃચૂંટણીને મોટી સંખ્યામાં આવકારતા અમેરિકન NRIs

મોદીએ ગઈકાલે આદર્શ આચારસંહિતાનો ભંગ નહોતો કર્યો: પંચ

હાલમાં જ અમેરિકામાં ત્યાં વસતા બિનનિવાસી ભારતીયો વચ્ચે એક સરવે કરવામાં આવ્યો હતો. ભારતીય સમાજની ત્રણ સંસ્થાઓએ સંયુક્તપણે આ સરવે હાથ ધર્યો હતો. આ સરવેના પરિણામોમાં 92% થી પણ વધુ NRIs એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની લોકસભાની ચૂંટણીમાં થયેલી પુનઃપસંદગીને વધાવી લીધી છે.

સરકારના વિવિધ મંત્રાલયોના દેખાવ અંગે પણ આ સરવેમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં વિદેશ મંત્રાલયે 95% જેટલા મત મેળવીને બાજી મારી લીધી હતી. આ મંત્રાલયે પોતાના અસંખ્ય પ્રશ્નો તેમજ સમસ્યાઓનો ઝડપી તેમજ કાયમી ઉકેલ છેલ્લા પાંચ વર્ષમાં લાવી દીધો છે તેમ આ સરવેમાં ભાગ લેનારાઓએ કહ્યું હતું.

આ સરવેમાં ભાગ લેનારા NRIsમાંથી બહોળી સંખ્યામાં લોકોનું માનવું હતું કે નોટબંધી અને GST એ ભારતના લાભ માટે ઉઠાવેલા પગલાં  હતા અને ભારત હવે વિકાસના માર્ગે અગ્રેસર છે. તો આતંકવાદ સામે અગાઉની સરકારો કરતા મોદી સરકારે વધુ અસરકારક અને નિર્ણાયક પગલાં લીધા હોવાનું આ સરવેમાં લોકોએ જણાવ્યું હતું.

આટલું જ નહીં બે મહત્ત્વના સવાલોના જવાબમાં NRIs એ ભારે બહુમતિથી જણાવ્યું હતું કે ભારત નરેન્દ્ર મોદીની સરકાર  હેઠળ વધુ સુરક્ષિત છે અને ભારતનું સન્માન વિદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં જેટલું વધ્યું છે તેટલા પ્રમાણમાં અગાઉ  ક્યારેય વધ્યું ન હતું.