Featured|ગુજરાતગુજરાત

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની હારનું પ્રમાણ તેને ડરાવી શકે છે

ના હોય? ગુજરાત કોંગ્રેસ સ્વીકારે છે કે કોંગ્રેસે 70 વર્ષ દેશને લૂંટ્યો છે!!

આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેકીંગ મતદાન થયું હતું. પરિણામો આવ્યા બાદ એવું લાગતું હતું કે ગુજરાતની પ્રજાએ આ મતદાનનો રેકોર્ડ એટલા  માટે સ્થાપિત કર્યો છે કારણકે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપાર લાગણી અને પ્રેમ ધરાવે છે.

પરંતુ, આ પરિણામોની બીજી તરફ એવી છે જે ગુજરાત કોંગ્રેસ અને તેના નેતાઓને સતત ડરાવતી રહેશે. ગત વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસે ખરેખર સારી લડત આપી હતી પરંતુ તેની આ લડત માત્ર દોઢ વર્ષમાં જ સાવ ધોવાઇ ગઈ છે. એક આંકડો જે ગુજરાત કોંગ્રેસને ખરેખર ગભરાવી શકે છે તે એવો છે કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 172 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી હતી!

આટલું ઓછું હોય તેમ કોંગ્રેસે આ વખતે ગુજરાતની તમામ 26 બેઠકો અતિશય મોટા માર્જીનથી હારી છે. દરેક બેઠકો પર ભાજપ લાખો મતના તફાવતથી જીત્યું છે. જો આ અંગે વધુ માહિતી મેળવીએ તો ભાજપનું આ વખતનું જીતનું સહુથી ઓછું માર્જીન દાહોદ બેઠક પર 1,27,665 રહ્યું હતું જ્યારે સહુથી વધુ માર્જીન નવસારી બેઠક પર 6,87,767નું રહ્યું હતું.