Featured|ગુજરાતગુજરાત

ભાજપના નવા ચૂંટાયેલા ચાર વિધાનસભ્યોએ લીધા શપથ

ભાજપના નવા ચૂંટાયેલા ચાર વિધાનસભ્યોએ લીધા શપથ

હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીઓ સાથે જ ગુજરાત વિધાનસભાની ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠકો પર પેટાચૂંટણી આયોજિત કરવામાં આવી હતી. આ તમામ ચાર વિધાનસભાની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા.

આજે આ ચારેય નવા ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષની ચેમ્બરમાં વિધાનસભ્ય તરીકેના શપથ અપાવ્યા હતા. ધ્રાંગધ્રાથી પરસોતમ સાબરીયા, ઊંઝાથી આશાબેન પટેલ, માણાવદરથી જવાહર ચાવડા અને જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ આ પેટાચૂંટણીઓ જીત્યા હતા.

આ શપથવિધિ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.