Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

12 જુલાઈએ ફરજીયાત હાજર રહેવા રાહુલ ગાંધીને અમદાવાદની કોર્ટનું ફરમાન

12 જુલાઈએ ફરજીયાત હાજર રહેવા રાહુલ ગાંધીને અમદાવાદની કોર્ટનું ફરમાન

નોટબંધી દરમ્યાન અમિત શાહ અંગે કરેલા આરોપના વિરોધમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે. આજે રાહુલ ગાંધીને આ મામલે કોર્ટમાં હાજર થવાનું હતું.

પરંતુ આજે જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ હોવાને લીધે તેમના કાર્યક્રમોને લીધે રાહુલ ગાંધી આવી નહીં શકે તેવી રાહુલ ગાંધીના વકીલની માન્યતાને માન્ય રાખવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને હવે 12 જુલાઈએ ફરજીયાત હાજર રહેવાનો હુકમ કર્યો છે.

રાહુલ ગાંધીના વકીલે એવી માંગણી પણ કરી હતી કે રાહુલ ગાંધીને ગુજરાતી વાંચતા કે સમજતા આવડતું નથી આથી આ કેસને લગતા તમામ દસ્તાવેજોને અંગ્રેજીમાં ભાષાંતરિત કરીને આપવામાં આવે. કોર્ટે આ માંગણીને પણ માન્ય રાખી છે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ પણ આ જ પ્રકારે આ જ મામલે માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે.

હવે રાહુલ ગાંધીએ કોઇપણ સંજોગોમાં 12 જુલાઈએ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહેવું પડશે.