Featured|દેશદેશ

વંશવાદી રાહુલ ગાંધીએ હારની જવાબદારી પક્ષના વંશવાદી નેતાઓ પર ઢોળી

વંશવાદી રાહુલ ગાંધીએ હારની જવાબદારી પક્ષના વંશવાદી નેતાઓ પર ઢોળી

શનિવારે દિલ્હીમાં ઘોર પરાજય પાછળના કારણો તપાસવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ પક્ષનું અધ્યક્ષ સ્થાન છોડવાની દરખાસ્ત તો કરી જ હતી પરંતુ જાણવા મળ્યા અનુસાર તેમણે પક્ષના વરિષ્ઠ નેતાઓ પર વંશવાદ ચલાવવાનો આરોપ પણ મૂક્યો હતો.

બેઠકમાં હાજર રહેલા કેટલાક સૂત્રોના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ કમલનાથ, અશોક ગહેલોત અને પી ચિદમ્બરમનું નામ લઈને કહ્યું હતું કે તેમણે પોતપોતાના પુત્રોને જીતાડવા માટે પક્ષના લાભને નેવે મૂકી દીધો હતો. અત્રે એ નોંધનીય છે કે કમલનાથના અને ચિદમ્બરમના પુત્ર ચૂંટણી જીતી ગયા છે જ્યારે અશોક ગહેલોતના પુત્રની હાર થવા પામી છે.

મજાની વાત તો એ છે કે રાહુલ ગાંધી ખુદ ગાંધી પરિવારનું ફરજંદ છે જેણે વર્ષો સુધી દેશમાં વડાપ્રધાન પદ તેમજ કોંગ્રેસ પ્રમુખપદ પોતાની અટકને કારણે મેળવ્યું છે. આ ચૂંટણીના પ્રચારમાં પણ રાહુલ ગાંધીનું નામ જ ભારતના આગલા વડાપ્રધાન તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા આગળ વધારવામાં આવ્યું હતું. તેમ છતાં રાહુલ ગાંધી પોતે વંશવાદનો હિસ્સો હોવા છતાં માત્ર જબરદસ્ત હારની જવાબદારીથી બચવા માટે જ પક્ષના વરિષ્ઠ નેતાઓ પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.