Featured|દેશદેશ

આજે NDAના નવા ચૂંટાયેલા સભ્યોની બેઠક, મોદીને નેતા તરીકે ચૂંટશે

કોંગ્રેસ મોદીને ઓળખવામાં ફરી થાપ ખાઈ ગઈ! અવિશ્વાસ પ્રસ્તાવ અંગે સરકારે લોકસભામાં  કહ્યું- થઈ જાય દૂધનું દૂધ...

લોકસભાની તાજેતરમાં સમાપ્ત થયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વ હેઠળ NDA દ્વારા ભવ્ય વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે. ભાજપે એકલેહાથે 303 બેઠકો મેળવી છે જ્યારે NDAનો કુલ સરવાળો 354 પર પહોંચ્યો છે. આજે દિલ્હીમાં NDAના નવા ચૂંટાયેલા સભ્યોની બેઠક મળવાની છે.

આ બેઠકમાં NDA પોતાના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીએકવાર સર્વાનુમતે ચૂંટી કાઢશે. ગઈકાલે સાંજે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને તેમનું તેમજ સમગ્ર મંત્રિમંડળનું રાજીનામું આપ્યું હતું જેને રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું હતું. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામચલાઉ વડાપ્રધાન તરીકે પોતાનો કાર્યભાર સાંભળી રાખવાની સલાહ આપી હતી.

આ અગાઉ કેન્દ્રીય કેબિનેટે પોતાની અંતિમ બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાનો પણ નિર્ણય લીધો હતો. 3જી જૂન સુધીમાં નવી સંસદ રચાઈ જવી ફરજીયાત હોવાથી આજે ચૂંટણી પંચના ત્રણેય કમિશનરો રાષ્ટ્રપતિ કોવિંદને મળી અને 17મી લોકસભાની રચનાની વિગતો તેમજ નવા સભ્યોની યાદી સોંપશે.

મળતા ખબર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મે ના રોજ પોતાની નવી સરકારની શપથવિધિ આયોજિત કરવાની સલાહ રાષ્ટ્રપતિને આપશે.