Featured|દેશદેશ

મોદી ત્સુનામી પર વિદેશી આગેવાનો અને મિડિયાની પ્રતિક્રિયાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભાની 2019ની ચૂંટણીની અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીતને દેશ વિદેશના મિડિયાએ તેમજ આગેવાનોએ વધાવી લીધો છે. વિવિધ વિદેશી મિડિયામાં નરેન્દ્ર મોદીની આ પ્રચંડ જીતને કઈક આ રીતે વર્ણવામાં આવી છે તેમજ આગેવાનોએ વડાપ્રધાન મોદીને અભિનંદન આપતા આમ કહ્યું છે.

“ભાજપે કમાલ કરી દીધી.” – ધ ગાર્ડિયન, બ્રિટન

“મોદીની મજબૂત છબીની જીત. પ્રજાની વચ્ચે મોદીએ ઉભી કરેલી છબીને વિપક્ષ તોડી શક્યો નહીં.” – ન્યૂયોર્ક ટાઈમ્સ

“મોદીએ જાતને ચોકીદાર કહ્યો અને લોકોને વિશ્વાસ અપાવ્યો કે તેઓ જ જનતાના સાચા રક્ષક છે.” – CNN, અમેરિકા

“NDAની જીત સાબિત કરે છે કે ભારતના લોકો હવે જુદી રીતે વિચારતા થયા છે.” – BBC, બ્રિટન

“પ્રભાવશાળી વિજય પર અભિનંદન, તમારી આગેવાની હેઠળ આપણા બંને દેશો વચ્ચે સંબંધો વધારે મજબૂત બનશે.” – બેન્યામીન નેતનયાહુ, ઈઝરાયેલના વડાપ્રધાન.

“અદભુત વિજય માટે અભિનંદન, તમારી સાથે મળીને કાર્ય કરવા માટે અત્યંત આતુર.” – રનીલ વિક્રમસિંગે, શ્રીલંકાના વડાપ્રધાન.

“ભારતની સંસદીય ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવા બદલ અભિનંદન.” – વ્લાદિમીર પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ.

“ભારત અને ચીન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તમારો ફાળો અદભુત છે. હવે આપણે તેને એક નવી ઉંચાઈએ લઇ જઈશું.” – શી જીનપીંગ, ચીનના રાષ્ટ્રપતિ.