Featured|દેશદેશ

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો

આજે લોકસભાની 2019ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આ પરિણામોની તાજી, મહત્ત્વની તેમજ સચિત્ર માહિતી આપને આ લાઈવ થ્રેડમાંથી જાણવા મળશે.

07.42: સમગ્ર દેશમાં મતગણતરી બરોબર 8 વાગ્યે શરુ થશે.

08.04: EVMના સીલ તૂટ્યા, પોસ્ટલ બેલેટની ગણતરી પણ સાથે જ થશે.

08.06: કર્ણાટકની 1 ઉત્તર પ્રદેશ 2 બેઠકો પર ભાજપ આગળ.

08.07: NDA 12; UPA 1 બેઠક પર આગળ.

08.08: ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ભાજપને મોટી લીડ.

08.10: પંજાબમાં એક માત્ર લીડ ભાજપને.

08.11: ઉતર પ્રદેશમાં ભાજપ 7; મહાગઠબંધન 2

08.14: મહારાષ્ટ્રની પહેલી લીડ ભાજપને. નીતિન ગડકરી નાગપુરથી આગળ.

08.17: રાજસ્થાનની પહેલી બે લીડ ભાજપને.

08.18: ગુજરાતની ત્રણેય લીડ ભાજપના પક્ષમાં.

08.19: શશી થરૂર પાછળ.

08.20: ગાંધીનગર લોકસભાથી ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગળ.

08.21: વાયનાડથી રાહુલ ગાંધી આગળ.

08.24: મથુરાથી હેમા માલિની આગળ.

08.25: ઉત્તર પ્રદેશ અને બિહારમાં કોંગ્રેસનું ખાતું ખૂલવાનું બાકી.

08.26: હરિયાણાની પહેલી લીડ ભાજપને.

08.27: કુલ ટ્રેન્ડસ: 100; NDA 64; UPA 19; MGB 4; OTH 13

08.34: ગુજરાતની તમામ 6 લીડ ભાજપને.

08.35: મહારાષ્ટ્રમાં 16 બેઠકો પર ભાજપ+શિવસેના આગળ.

08.38: છત્તીસગઢમાં ભાજપ 2 બેઠકો પર આગળ.

08.39: અમેઠીથી સ્મૃતિ ઈરાની આગળ.

08.41: ફતેપુર સીકરીથી ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર પાછળ.

08.42: બેગુસરાયથી ગીરીરાજ સિંહ આગળ; ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા આગળ.

08.44: રાયબરેલીથી સોનિયા ગાંધી આગળ.

08.45: ઉત્તર પ્રદેશમાં ભાજપ 30 બેઠકો પર આગળ, મહાગઠબંધન 4 બેઠકો પર.

08.46: રાજકોટથી ભાજપ આગળ.

08.50: ગૌતમ ગંભીર  અને સની દેઓલ આગળ, જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ.

08.53: સ્મૃતિ ઈરાની અમેઠીથી 2000 મતથી આગળ.

08.54: ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા 3000 મતથી આગળ.

08.59: ગુજરાતની તમામ 10 લીડ ભાજપના પક્ષમાં.

09.00: એક કલાકની ગણતરી બાદ ભાજપની ડબલ સેન્ચુરી પૂરી.

09.01: ઓડિશાના પહેલા બંને ટ્રેન્ડ ભાજપના પક્ષમાં.

09.03: ગુજરાતમાં ભાજપ 23; કોંગ્રેસ 3

09.09: શ્રીનગરથી ફારુખ અબ્દુલ્લા આગળ.

09.10: હરિયાણામાં ભાજપ 8 બેઠકો પર આગળ.

09.11: મલ્લિકાર્જુન ખડગે પાછળ, સ્મૃતિ ઈરાની 5600 મતે આગળ.

09.12: હમીરપુરથી અનુરાગ ઠાકુર આગળ.

09.13: બેંગ્લોરથી તેજસ્વી સૂર્યા 12,000 મતોથી આગળ.

09.14: ઉર્મિલા માતોંડકર પાછળ, સુલ્તાનપુરથી મેનકા ગાંધી અને પીલીભીતથી વરુણ ગાંધી આગળ.

09.16: દિલ્હીની તમામ સાત બેઠકો પર ભાજપ આગળ

09.18: આણંદમાં ભરતસિંહ સોલંકી પાછળ.

09.19: રાયબરેલીથી સોનિયા ગાંધી પાછળ

09.21: ટ્રેન્ડ્સમાં ભાજપને બહુમતી.

09.22: નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને સ્મૃતિ ઈરાની આગળ.

09.23: રામપુરથી જયાપ્રદા આગળ

09.25: BSE SENSEX 650 પોઈન્ટ્સ ઉપર.

09.31: પટના સાહિબથી રવિશંકર પ્રસાદ આગળ.

09.32: સ્મૃતિ ઈરાની 8200 મતથી આગળ.

09.38: ગોરખપુરથી રવિ કિશન આગળ.

09.41: મહારાષ્ટ્રમાં 33માંથી 30 બેઠકો પર ભાજપ+શિવસેના આગળ.

09.43: બિહારમાં મીસા ભારતી પાછળ.

09.44: જુનાગઢમાં ભાજપ આગળ.

09.45: બંગાળમાં TMC 19; ભાજપ 18 પર આગળ

09.47: ગાંધીનગરથી અમિત શાહ 80,000 મતોથી આગળ.

09.49: આસનસોલથી બાબુલ સુપ્રિયો આગળ.

09.51: જામનગરથી પુનમ માડમ 28,062 મતથી આગળ.

09.54: કર્ણાટકમાં ભાજપ 24 બેઠકો પર આગળ.

09.57: જયપુર ગ્રામીણથી રાજ્યવર્ધન સિંહ રાઠોડ આગળ.

09.59: બાગપતથી RLDના જયંત ચૌધરી પાછળ.

10.00: હિમાચલ પ્રદેશની તમામ 4 બેઠકો પર ભાજપ આગળ.; બિહારમાં 30માંથી 28 બેઠકો પર NDA આગળ.

10.01: ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ.

10.07: રાજસ્થાનની તમામ 24 બેઠકો પર ભાજપ આગળ.

10.09: ટ્રેન્ડસમાં ભાજપ 290 બેઠકો પર આગળ.

10.11: પૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે પાછળ.

10.13: આઝમગઢથી અખિલેશ યાદવ પાછળ.

10.16: ગાંધીનગરથી અમિત શાહ 1,15,00 મતથી આગળ.

10.30: સ્મૃતિ ઈરાની 2700 મતે આગળ.

10.39: BSE SENSEX 40,000 આંકને પાર.

10.48: BREAKING – આવતીકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક.

10.57: કર્ણાટકમાં 28 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપ આગળ.

10.06: ગુના, મધ્ય પ્રદેશથી જ્યોતિરદિત્ય સિંધિયા 12,000 મતે પાછળ.

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો

11.18: વારાણસીમાં નરેન્દ્ર મોદી 1,20,000 મતે આગળ.

11.31: આણંદમાં ભાજપ 84,000 મતે આગળ.

11.34: ભાજપ પ્રમુખ અમિત શાહ બપોરે 2 વાગ્યે ભાજપ મુખ્યાલય પહોંચશે.

11.38: સાધ્વી પ્રજ્ઞા 48,000 મતથી આગળ.

11.40: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચશે.

11.42: પટના સાહિબથી રવિશંકર પ્રસાદ 60,000 મતે આગળ.

12.59: કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી રાજીનામુ આપી શકે છે.

13.08: શ્રીલંકાના વડાપ્રધાન સિરિસેનાએ વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા.

13.48: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્યામીન નેતનયાહુએ વડાપ્રધાન મોદીને અભિનંદન આપતા કહ્યું આ તમારા પરના વિશ્વાસનો વિજય છે.

14.11: ચૂંટણી પંચ અનુસાર ભાજપ એકલે હાથે 300થી વધુ બેઠકો પર આગળ.

14.12: સુપર સ્ટાર રજનીકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.

14.23: અમેઠીમાંથી સ્મૃતિ ઈરાની 11,500 મતથી પાછળ, ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા 1,18,000 મતથી આગળ.

14.35: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 4.85 લાખની લીડથી જીત્યા

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો

 

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો

14.49: અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની લીડ 14,500 મતોની થઈ.

14.52: ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.

14.58: વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 લાખ મતોથી આગળ.

14.59: નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે ભાજપ કાર્યકર્તાઓને દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય ખાતે સંબોધન કરશે.

15.21: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.

15.29: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી 3.5 લાખ મતથી જીત્યા.

15.39: ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દિલ્હીમાં ભાજપના મુખ્યાલય પહોંચ્યા.1

15.47: ઓડિશના મુખ્યમંત્રી નવીન પટનાયકે વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા.

15.56: સ્મૃતિ ઈરાનીની લીડ 21,000 પર પહોંચી.

16.52: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોત હાર્યા.

17.00: 27મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી જશે અને ગંગા આરતીમાં ભાગ લેશે.

17.52: રાહુલ ગાંધીએ કોંગ્રેસની હાર સ્વીકારી. રાહુલે અમેઠીમાં પણ પોતાની હાર સ્વીકારી.

17.55: BREAKING: અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 28 હજારથી પણ વધુ મતોથી હરાવ્યા!

18.05: BREAKING: રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની પેશકશ કરી.

18.26: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાન માતોશ્રી પહોંચ્યા.

18.43: બિહારના મુખ્યમંત્રીએ NDAની જીત પર ખુશી વ્યક્ત કરી.

18.51: ગોરખપુરથી રવિ કિશન 3 લાખ મતે જીત્યા.

19.10: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા, અમિત શાહે સ્વાગત કર્યું, થોડા સમય બાદ પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો

 

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો

 

Live Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો