Featured|દેશદેશ

પરિણામો અગાઉ NDAની તાકાત દિલ્હીમાં જોવા મળી

પરિણામો અગાઉ NDAની તાકાત દિલ્હીમાં જોવા મળી

ગઈકાલે દિલ્હીની અશોકા હોટલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે NDAના તમામ સાથીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીઓને ડીનર માટે આમંત્રિત કર્યા હતા. આ ડીનરમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા.

લોકસભાની ચૂંટણીના પરિણામોના બે દિવસ અગાઉ આયોજિત આ ડીનરનો મતલબ પાંચ વર્ષ દરમ્યાન સાથીઓએ આપેલા સાથ અને સહકારનો ધન્યવાદ આપવા તેમજ આવનારા સમયમાં જ્યારે NDA સંપૂર્ણ બહુમતી મેળવશે તેવી આગાહી એક્ઝીટ પોલ્સ કરી ચૂક્યા છે ત્યારે નવી સરકારની રણનીતિ નક્કી કરવાનો પણ હતો.

આ ડીનર દરમ્યાન LJP પ્રમુખ રામવિલાસ પાસવાને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન નરેન્દ્ર મોદી સરકારની કામગીરીની રૂપરેખા આપતો એક પ્રસ્તાવ મૂક્યો હતો જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ પ્રસંગે સંબોધન કરતા કહ્યું હતું કે હવે NDA એક પરિવાર જેવો બની ગયો છે. હવે દેશે પણ જ્ઞાતિ જાતિના ભેદભાવથી આગળ વધવું પડશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ દેશમાં ગરીબી જ એક માત્ર જાતિ છે.

આ જ બેઠકમાં આવનારી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 100 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.