Featured|દેશદેશ

EVM મામલે વિપક્ષોને સુપ્રિમ કોર્ટ અને ચૂંટણી પંચ તરફથી બેવડી ફટકાર

વિપક્ષોને મોટો ધક્કો: સુપ્રિમ કોર્ટે 50% VVPT મેચિંગ કરવાની અરજી ફગાવી

એક તરફ જ્યારે હાર ભાળી ગયેલા વિપક્ષો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્ત્વમાં EVMના મામલે લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે અથવાતો ત્યારબાદ હોબાળો મચાવવાની તૈયારીમાં છે. તો બીજી તરફ બે મોટી સંવેધાનિક સંસ્થાઓ સુપ્રિમ કોર્ટ અને ચૂંટણી પંચે આજે વિપક્ષને આ જ મામલે બેવડી ફટકાર લગાવી છે.

આજે સુપ્રિમ કોર્ટે ટેકનોક્રેટ્સ ના એક જૂથ દ્વારા કરવામાં આવેલી PILને ફગાવી દીધી હતી. આ PILમાં એવી માંગણી કરવામાં આવી હતી કે પરિણામ અને VVPATને 100% મેળવવામાં આવે. પરંતુ સુપ્રિમ કોર્ટે આ PIL તથ્યો પર આધારિત ન હોવાનું કહીને તેને ફગાવી દીધી હતી.

જસ્ટિસ અરુણ મિશ્રાએ અરજીકર્તાને બરોબર ખખડાવી નાખ્યા હતા અને કહ્યું હતું કે આ પ્રકારે આ મુદ્દે વારંવાર અરજીઓ કરવામાં આવે છે તો શું કોર્ટ તમારા મનોરંજન માટે છે? કોર્ટ જનપ્રતિનિધિઓની પસંદગી કરવાની પ્રકિયામાં આડે નથી આવતા અને તમારી PIL ઉપદ્રવનું સાધનથી વિશેષ કશું જ નથી.

તો ચૂંટણી પંચે EVMની સુરક્ષા મામલે વિપક્ષના વાંધાને આજે બકવાસ કહ્યો હતો. પંચે કહ્યું કે તમામ EVM અને VVPAT પાર્ટીના ઉમેદવારો કે પછી તેમના પ્રતિનિધિઓ સામે જ સીલ કરવામાં આવ્યા હતા અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી આથી અત્યારે કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. પંચે કહ્યું હતું કે જ્યાં જ્યાં EVM અંગે સવાલો કરવામાં આવ્યા છે તે બધી જ જગ્યાએ તે સુરક્ષિત છે અને લોકોએ પંચ પર વિશ્વાસ રાખવો જોઈએ.