Featured|દેશદેશ

ચૂંટણી પંચની પ્રશંસા કરતા પ્રણબ મુખરજી; કહ્યું ચૂંટણીઓ સફળ રહી

ચૂંટણી પંચની પ્રશંસા કરતા પ્રણબ મુખરજી; કહ્યું ચૂંટણીઓ સફળ રહી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ ચૂંટણી પંચની પ્રશંસા કરી છે. તેમણે હાલમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયાને સફળ પણ ગણાવી હતી. પ્રણબ મુખરજી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા ત્યારે તેમણે આમ કહ્યું હતું.

મુખરજીએ ઉમેયું હતું કે સહુથી પહેલી ચૂંટણીથી માંડીને હાલમાં જ પૂર્ણ થયેલા મતદાન સુધી તમામ ઈલેક્શન કમિશનરોએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી છે આથી તેમની પ્રશંસા કરવી જોઈએ. પ્રણબ મુખરજીએ તો ચૂંટણી પંચની ખોટી ટીકા કરવાથી પણ દૂર રહેવાની સલાહ આપી હતી.

પ્રણબ મુખરજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તેમજ અન્ય વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચ પર નિષ્પક્ષ ન હોવાનો આરોપ મૂકીને પોતાની થઇ રહેલી હારની જવાબદારી લેવાથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે.