Featured|દેશદેશ

જયાપુરની કન્યાને સરપ્રાઈઝ આપતા વડાપ્રધાન મોદી

જયાપુરની કન્યાને સરપ્રાઈઝ આપતા વડાપ્રધાન મોદી

જયાપુર ગામની વતની માયાને પોતાના લગ્નપ્રસંગે એક મોટું સરપ્રાઈઝ મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માયાને લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી છે. જયાપુર એ ગામ છે જે વારાણસી જીલ્લામાં આવ્યું છે અને વારાણસીમાં જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દત્તક લીધું હતું.

અહીંના નારાયણ પટેલની પુત્રી માયાના લગ્ન 17 મે ના દિવસે હતા અને નારાયણ પટેલે આ લગ્નમાં પધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું હતું. માયા એ જ કન્યા હતી જેણે જ્યારે મોદી જયાપુર આવ્યા હતા ત્યારે તેમને તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ વખતે માયાએ નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે બાબા આપ ફિર દોબારા કબ આયેંગે? ત્યારે વડાપ્રધાને જવાબમાં કહ્યું હતું કે હમ તો અબ યહીં રહેંગે!

વડાપ્રધાન મોદીએ માયાને લખેલા શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે તેમને તેના વિવાહનું નિમંત્રણ મેળવીને અત્યંત ખુશી થઇ છે. જયાપુર ગામમાં વિતાવેલી ક્ષણો મને કાયમ યાદ રહે છે. હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. નવદંપતી જીવનની પગદંડીઓ પર તાલમેલ રાખીને આગળ વધે. જીવનના ઉતાર ચઢાવના સહયાત્રી બને, સુખ દુઃખમાં સહભાગી બને. સુખમય જીવન વ્યતીત કરો તેનવા વર અને વધુને આશિર્વાદ.

બાદમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હોવાને લીધે લગ્નમાં ભાગ ન લઇ શકવા બદલ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.