Featured|ગુજરાતગુજરાત

પરેશ ધાનાણી અનુસાર ભાજપને મત આપનારાઓ મુર્ખાઓ છે

શું કોંગ્રેસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોખંડનો ભંગાર છે?

ગુજરાત વિધાનસભામાં વિપક્ષનાનેતા અને અમરેલી લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણીનું તાજેતરનું સોશિયલ મિડિયામાં બયાન અત્યંત વિવાદાસ્પદ બની ગયું છે. પરેશ ધાનાણીએ ગઈકાલે પોસ્ટ કરેલી ટ્વીટ અને ફેસબુક પોસ્ટમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને મત આપનારા ગુજરાતીઓને મુર્ખ ગણાવ્યા છે.

પરેશ ધાનાણી અનુસાર ભાજપને મત આપનારાઓ મુર્ખાઓ છે

ધાનાણીના મતે ગુજરાત અને દેશમાં એટલી બધી સમસ્યાઓ છે કે તેમ છતાં ગુજરાતના મતદારોએ તેને અવગણીને ભાજપને મત આપ્યા છે અને આથી તેઓ મુર્ખ છે. ધાનાણીની પોસ્ટ અનુસાર જે લોકોને રાષ્ટ્રવાદ પસંદ છે એ પણ દંભી છે. આટલું જ નહીં પરેશ ધાનાણી જેવા અનુભવી રાજકારણી પણ આજકાલ ચાલતી અફવાઓને માન આપી ને કહે છે કે સટ્ટાબજારને માન આપવા માટે પરિણામો ફિક્સ કરવામાં આવ્યા હોય એવું લાગે છે.

લાગે છે કે ગુજરાતીઓ અને ગુજરાતની પ્રજાની બુદ્ધિમતાને આટલી ઓછી આંકે છે કે તેઓ કોઈના પણ ભોળવાયા ભોળવાઈ જાય આટલું જ નહીં તેઓ તો બ=ગુજરાતીઓને અક્કલ વગરના પણ સમજી બેઠા છે. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે ગુજરાતીઓ શા માટે કોંગ્રેસીઓને મત આપે? પછી તે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની કારણકે અપમાન એ અપમાન છે અને ગુજરાતીઓ કોઈનું પણ અપમાન સહન કરતા નથી.