Featured|દેશદેશ

બદ્રીનાથ જાવ છો? તો મોદીજી થાલી ટેસ્ટ કરવાનું ન ભૂલતા

બદ્રીનાથ જાવ છો? તો મોદીજી થાલી ટેસ્ટ કરવાનું ન ભૂલતા

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ પાસે આવેલી પવિત્ર ગુફામાં બાર કલાક ધ્યાન ધર્યા બાદ ચારધામમાંથી મહત્ત્વના એવા બદ્રીનાથ ધામના દર્શન કરવા પણ ગયા હતા. આપણને જાણીને નવાઈ લાગશે કે આ બદ્રીનાથ ધામમાં યાત્રાળુઓ જે માર્ગે ચાલીને મંદિર જાય છે ત્યાં એક નાનકડું રેસ્ટોરન્ટ આવ્યું છે જેના માલિક નરેન્દ્ર મોદીના બહુ મોટા ફેન છે.

આ રેસ્ટોરન્ટના માલિકનું નામ ચંદ્રમોહન મમગાઈ છે અને તેમણે જ થોડા વર્ષ અગાઉ પોતાની આ રેસ્ટોરન્ટમાં મોદી જી થાલી શરુ કરાવી હતી. મોદી જી થાલીમાં ખીચડી, દાલ, પાપડ, રોટી, સબ્જી, દહીં અને સલાડ પીરસવામાં આવે છે અને તેની કિંમત સો રૂપિયા ફિક્સ રાખવામાં આવી છે.

આ થાળીમાં આ પ્રકારનું ભોજન પીરસવા પાછળ ચંદ્રમોહન કહે છે કે મોદી જીના નામે જ્યારે અમે થાલી શરુ કરી ત્યારે અમને ખબર હતી કે તેમને સાત્વિક ખોરાક પસંદ છે અને તેમાં પણ ખીચડીના તો તેઓ શોખીન છે અને આથી જ તેમણે મોદી જી થાલીમાં સાત્વિક ભોજન જ પીરસવાનું નક્કી કર્યું હતું.

આ રેસ્ટોરન્ટમાં નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ્સ પણ મુકવામાં આવ્યા છે જે આવતા જતા યાત્રાળુઓને આકર્ષિત કરે છે.