Featured|દેશદેશ

અમિત શાહના નિવાસસ્થાને યોજાશે NDA આગેવાનો માટે ડિનર!

પહેલા મતદાન, પછી જલપાન!- મોદી, શાહ

લગભગ તમામ એક્ઝીટ પોલ્સમાં ભાજપ અને NDA સત્તામાં બહુમતિ સાથે પરત આવવાની આગાહી કરવાની સાથેજ ગુરુવારના ચૂંટણી પરિણામો બાદની પરીસ્થિતિ અંગેની ચર્ચા માટે મનોમંથન શરુ થઇ ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને મળે તેવી સંભાવનાઓ છે. તો આવતીકાલે વડાપ્રધાન NDAના વરિષ્ઠ આગેવાનોને પણ દિલ્હીમાં મળશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાજપના પ્રમુખ અમિત શાહ પણ NDAના નેતાઓને પોતાના દિલ્હી ખાતેના નિવાસસ્થાને સાંજે મળશે.

અમિત શાહે આ આગેવાનો માટે મીટીંગ બાદ ડિનરનું પણ આયોજન કર્યું છે. સંભાવના છે કે અહીં એક્ઝીટ પોલ્સ સાથે જો સાચા રિઝલ્ટ પણ મેળ ખાય તો નરેન્દ્ર મોદીની સતત બીજી સરકારનું સ્વરૂપ કેવું  હશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.